Election Banner

આજે વિજય રૂપાણી-હાર્દિક પટેલનો રોડ શોઃ વડાપ્રધાનનું રાત્રિ રોકાણ

- સ્મૃતિ ઇરાની પણ સભા સંબોધશેઃ વડાપ્રધાન સોમવારે મોરારિબાપુની કથામાં હાજરી આપે તેવી સંભાવના

સુરત, તા.2 ડિસેમ્બર 2017,શનિવાર

ગુજરાત વિધાનસભાની ચુંટણના પ્રચારા આખરી તબક્કામાં આવતીકાલે સુરત શહેરમાં રાજકીય અગ્રણીઓની ચહલ પહલના કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.

સુરતમાં આવતીકાલે મુખ્મંત્રી વિજય રૂપાણી ભાજપ માટે તો પાટીદાર અનામત આદોલનના નેતા હાર્દિક પટેલ  રોડ શો કરશે. આ ઉપરાંત રોડ શો અને જાહેર સભા બાદ આવતીકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સુરતમાં  રાત્રી રોકાણ કરશે. સોમવારે વડાપ્રધાન સુરતમા યોજાયેલી મોરારી બાપુની રામકથામા ંજાય તેવી પણ શક્યતા છે.

સુરતમાં આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૃપાણીનો સુરતમાં સરગમ શોપીંગ સેન્ટર પાસેથી સમગ્ર વિસ્તારમાં રોડ શો યોજાશે. જ્યારે પાટીદાર બહુમતિવાળી પાચં વિધાનસભા વિસ્તારને આવરી લઇને પાટીદાર અનામત આદોલનના નેતા હાર્દિક પટેલનો રોડ શો (ઐતિસાહિક જનક્રાંતિ મહારેલી સવારે ૮ વાગ્યે કતારગામ ગજેરા સર્કલથી યોજાશે.

જે પૂણા વિસ્તારમાં યોગીચોક પહોંચ્યા બાદ સંપન્ન થશે. ત્યારબાદ સાંજે ૭ વાગ્યે પૂણાના કિરણચોક  હાર્દિક પટેલ જાહેરસભાને સંબોધન કરશે. બાઇકસાથેના રોડ શોમાં દોઢ લાખ લોકો જોડાય તેવું આયોજન પાસ દ્વારા થયું છે.

આ ઉપરાંત સાંજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કતારગામમાં સભાને સંબોધન કરશે. સુરતમાં દિવસભર મુખ્યમંત્રી વિજય રૃપાણી, સ્મૃતિ ઈરાની અને હાર્કિક પટેલની સભા બાદ  ગુજરાતના પ્રવાસે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુરતના સર્કીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે. હાલમાં સુરતમાં તેમના કોઇ કાર્યક્રમની જાહેરાત કરાઇ નથી. પણ સોમવારે સવારે તેઓ સુરતમાં યોજયેલી  મોરારિ બાપુની કથામાં હાજરી આપે તેવી સંભાવના છે.

આ ઉપરાંત  ચૂુંટણી પ્રચાર થંભે તે પહેલાં  સુરતમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યોજવા માટે  પણ બંને પક્ષ દ્વારા તજવીજ ચાલી રહી છે.
 

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર