Election Banner

પાટીદાર આંદોલનની ટોપીનો રંગ બદલાયો

- જય સરદારની ટોપી સફેદમાંથી પીળા કલરની થઈ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 3 ડિસેમ્બર 2017 રવિવાર

2015માં શરૂ થયેલું પાટીદાર અનામત આંદોલનમાં આંદોલનમાં જોડાયેલા લોકો જય સરદાર અને જય પાટીદાર લખેલી ટોપીઓ પહેરતા હતા. જય સરદાર જય પાટીદાર લખેલી ટોપીનો રંગ શરૃઆતમાં સફેદ કલરનો હતો પણ હવે ધીમે આંદોલનની દિશા બદલાયા બાદ રંગ પણ બદલાયો છે.

પહેલા સફેદ કલરની ટોપી હવે બે જ વર્ષમાં પીળી થઈ ગઈ છે.  આજે હાર્દિક પટેલની રેલીમાં જોડાયેલા લોકોના માથે જય સરદાર જય પાટીદાર લખેલી ટોપી પીળા કલરની જોવા મળી હતી.

આ પહેલાં પણ પાટીદારોને અન્યાયની વાત થઈ હતી ત્યારે કેશુભાઈ પટેલ ભાજપમાંથી જુદા થઈને ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી હતી.

તેના ઝંડાનો રંગ પણ પીળો હતો અને હવે પાટીદાર આંદોલનની ટોપી સફેદના બદલે પીળી કેમ થઈ તે અંગે જાત જાતની અટકળ થઈ રહી છે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર